નવોદય વિદ્યાલય ગાંધીનગરના બાળકોએ દહેગામ બસ ડેપો ખાતે રેલી યોજી સ્વચ્છતા રાખવા કરી અપીલ
જવાહર નવોદય વિદ્યાલય ગાંધીનગર ના એસપીસીના બાળકોએ આજરોજ તારીખ 13- 12 -23 ના રોજ દહેગામ બસ સ્ટેન્ડ ખાતે “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કાર્યક્રમ અંતર્ગત ભાગ લીધો. જેમાં દીવાલો પર પેન્ટિંગ, બજારમાં તથા બસ સ્ટેન્ડમાં રેલી, તથા જનતાને સ્વચ્છતા વિશે જાગ્રત કરવા નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું,
બસ સ્ટેન્ડમાં આ વિદ્યાર્થીઓએ સાફ-સફાઈ કરીનેકરીને “શુભ યાત્રા સ્વછયાત્રા” નો સંદેશો વહેતો કર્યો હતો, અને પોતાનું યોગદાન આપ્યું હતું આ નિમિત્તે બસ સ્ટેન્ડના ડેપો મેનેજર દિનેશભાઈ ઓડ, ઝાલા, નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.