ગાંધીનગરરાષ્ટ્રીય

હવે 14 માર્ચ સુધી આધાર કાર્ડ મફતમાં અપડેટ કરી શકાશે

આધાર કાર્ડ બાબતે સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે જે લોકો આધાર કાર્ડ અપડેટ કરવા માટે મફત સુવિધા મેળવવા માંગે છે. તેઓ 14 માર્ચ સુધી ફ્રીમાં અપડેટ કરી શકશે. યુઆઈડીએઆઈએ માય આધાર પોર્ટલ દ્વારા આધાર વિગતોના મફત અપડેટ માટે ફરીથી સમયમર્યાદા લંબાવી છે.

યુઆઈડીએઆઈએ એ 11 ડિસેમ્બર, 2023 ના રોજ ઓફિસ મેમોરેન્ડમ જારી કર્યું છે. જેના આધારે આ સુવિધાને વધુ 3 મહિના એટલે કે 15 ડિસેમ્બરથી 14 માર્ચ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય પછી, માય આધાર પોર્ટલ દસ્તાવેજ અપડેટની સુવિધા 14 માર્ચ સુધી મફત રહેશે. નોંધનીય બાબત એ છે કે આ ફ્રી સુવિધા માત્ર ઓનલાઈન અપડેટ માટે જ ઉપલબ્ધ છે. જો તમે દસ્તાવેજો અપડેટ કરાવવા માટે આધાર કેન્દ્રો પર જાઓ છો, તો તમારે 25 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે.

જેમણે છેલ્લા 10 વર્ષથી પોતાનાનું આધાર અપડેટ નથી કરાવ્યું તેમને યુઆઈડીએઆઈ અપડેટ કરાવવાની સલાહ આપે છે. જેથી આધાર સંબંધિત છેતરપિંડી રોકી શકાય. વસ્તી વિષયક માહિતી માટે પણ આધાર અપડેટ કરવું જરૂરી છે. નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, ફોન નંબર અને ઈમેલ આઈડી જેવી માહિતી ઓનલાઈન અપડેટ કરી શકાય છે. જયારે ફોટો, આઇરિસ અથવા અન્ય બાયોમેટ્રિક માહિતી પણ અપડેટ કરી શકાય છે. આ માટે તમારે આધાર કેન્દ્રમાં જવું પડે છે.

આધારમાં અપડેટ કઈ રીતે કરી શકાય?

-https://myaadhaar.uidai.gov.in/ નામની સાઈટ પર જવાનું રહેશે

– ત્યારબાદ તમારા આધાર નંબર કે એનરોલમેન્ટ નંબરની મદદથી લોગીન કરીને ‘નામ/ સરનામું/ જન્મ તારીખ અપડેટ’ બટન પર ક્લિક કરવું

– ત્યારબાદ ‘અપડેટ આધાર ઓનલાઈન’ બટન પર ક્લિક કરવું

– ઓપ્શન્સમાંથી જે અપડેટ કરવાનું છે તે પસંદ કરીને ‘આધાર અપડેટ કરવા આગળ વધો’ બટન પર ક્લિક કરો

– એડ્રેસ અપડેટના કિસ્સામાં, વ્યક્તિએ એડ્રેસ પ્રૂફ જેવા અપડેટેડ પુરાવાની સ્કેન કોપી અપલોડ કરવાની રહેશે

-આ બધી સુવિધા હાલ મફતમાં મળી રહી છે. પરંતુ 14 માર્ચ 2024 પછી અપડેટ માટે 25 રૂપિયાનું પેમેન્ટ ઓનલાઈન લેવામાં આવશે

– આ પછી એક નવું વેબપેજ ખુલશે અને તેના પર ‘સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN)’હશે. ભવિષ્યના સંદર્ભ માટે તેને સાચવવું જોઈએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x