ગાંધીનગર

નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે કુડાસણ ખાતે સંગીત ખુરશી સ્પર્ધા યોજાશે

નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે આગામી ૨૫મી ડિસેમ્બરે, કુડાસણ ખાતે મિલાપ ટાટારિઆ ટાઇગર દ્વારા આયોજિત, ધ હેંગઆઉટ કાફે એન્ડ રેસ્ટો. પ્રસ્તુત અને ટ્રીક ટુ ક્રિએટના સહયોગથી સંગીત ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને, રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આ સ્પર્ધામાં દરેક ઉંમરના લોકો ભાગ લઇ શકશે. ભાગ લેનાર દરેક સહભાગીઓને આયોજક દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ સાથે પેરોટ બોલ પેન અને સંતા કેપ આપવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ વિજેતાને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવશે. આ સ્પર્ધા ભાગ લેનાર સ્પર્ધકોની હાઈટ પ્રમાણે સંગીત ખુરશી રમાડવામાં આવશે. સ્પર્ધામાં નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. મર્યાદિત સંખ્યા લેવાની હોવાથી રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે ૮૧૬૦૦૬૫૬૨૭ પર સંપર્ક કરીને વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવી લેવું તેમ આયોજક દ્વારા જણાવવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x