સંસદના શિયાળુ સત્રમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા બિલને રાષ્ટ્રપતિની મંજૂરી
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સંસદના શિયાળુ સત્રમાં તાજેતરમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ફોજદારી કાયદા બિલને મંજૂરીની મહોર લગાવી દેવામાં આવી છે. પરિણામે હવે ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા બિલ માટે કાયદો બનવાનો માર્ગ મોકળો બન્યો છે.
જેથી ભારતીય દંડ સંહિતા (IPC) ને ભારતીય ન્યાય (સેકન્ડ) કોડ, ભારતીય નાગરિક સંરક્ષણ (સેકન્ડ) કોડ દ્વારા ફોજદારી કાર્યવાહી (CrPC) કોડ અને ભારતીય પુરાવા (સેકન્ડ) કોડ દ્વારા ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલાશે. બિલ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રજૂ કરાયા બાદ પસાર કરાયા હતા.