ગુજરાત

રાજ્યમાં ફરી કોરોનાના કેસોમાં વધારો થતાં આજથી ટેસ્ટિંગ કરાશે શરૂ

રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે. ત્યારે ક્રિસમસની રજા પૂર્ણ થતા આજથી રાજ્યમાં ફરી એકવાર કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. રાજ્યની સરકારી હોસ્પિટલો, અર્બન હેલ્થ સેન્ટરો સહિતના સ્થળોએ કોરોનાના ટેસ્ટિંગ શરૂ કરાશે. હાલ અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ અને SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરવામાં આવે છે. સોલા સિવિલમાં કોરોના માટે 25 બેડનો સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે. આ ઉપરાંત સુરત, રાજકોટ અને વડોદરા સિવિલ હોસ્પિટલમાં પણ કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરી દેવાયા છે. અમદાવાદમાં સોમવારના કોરોનાના નવા પાંચ કેસ નોંધાયા હતા. જેમાં 2 મહિલાઓ અને 3 પુરુષો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ અમદાવાદ શહેરના ખાડિયા, બોડકદેવ, નવરંગપુરા અને દરિયાપુરના રહેવાસી છે. જેમાંથી બે દર્દી ટ્રાવેલિંગ હિસ્ટ્રી ધરાવે છે. જેઓ બેંગલુરુથી આવ્યા હતા. તો ગાંધીનગર IITના બે પ્રોફેસરો પણ કોરોનાથી સંક્રમિત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક વધીને 56 થયો છે. આ સાથે જ દેશમાં ગુજરાત કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ચોથા ક્રમે પહોંચી ગયું છે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x