ગાંધીનગરગુજરાત

રાજ્યમાં વધ્યું ઠંડીનું જોર, 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર

રાજ્યમાં ઠંડીમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થયો છે. જેમાં નલિયામાં 11 ડિગ્રી તાપમાન, કેશોદમાં 13 ડિગ્રી સાથે રાજકોટ અને ભુજમાં 14 ડિગ્રી તાપમાન રહ્યું છે. તેમજ અમરેલીમાં 15 ડિગ્રી, કંડલામાં 16 ડિગ્રી તથા પોરબંદર, સુરેન્દ્રનગર, મહુવા, ડિસામાં 16 ડિગ્રી તાપમાન રહ્યું છે. પાટનગર ગાંધીનગરમાં 17 ડિગ્રી તાપમાન તથા અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સતત તાપમાનનો પારો ઉચકાતા ઠંડી સાવ ઘટી ગઈ છે. અમદાવાદ શહેરમાં માત્ર બે દિવસમાં જ 2.6 ડિગ્રી જેટલો પારો ઉચકાયો છે. શહેરમાં લઘુત્તમ તાપમાન 18.1 ડિગ્રી નોંધાયું છે.

અમદાવાદમાં હાલની સ્થિતિએ લઘુત્તમ તાપમાન 12.3 ડિગ્રી નોંધાવવુ જોઈએ, જે 5.8 ડિગ્રી ઉંચુ નોંધાઈ રહ્યું છે. હવામાન ખાતા દ્વારા પ્રસિદ્ધ કરાતી વિગતો મુજબ રાજ્યમાં કુલ 10 શહેરોમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રીને પાર પહોચી ગયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x