રાષ્ટ્રીય

UP સહિત ઉત્તર ભારતમાં ધુમ્મસનો કહેર યથાવત: ઘણી ટ્રેનો-ફલાઇટો પ્રભાવિત

ઉત્તર પ્રદેશ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી સાથે ગાઢ ધુમ્મસનો કેર હજુ પણ યથાવત છે જેના પગલે આજે પણ ઘણી ટ્રેન અને વિમાન સેવાને અસર થઈ છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. નોઈડા સહિત સમગ્ર ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે.

ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ગઈકાલે દિવસભર ધુમ્મસ છવાયેલી હતી. ગઈકાલે રાત્રે દિલ્હી-NCRના ઘણા વિસ્તારોમાં ઠંડા પવનો સાથે ગાઢ ધુમ્મસ છવાઈ જતા વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હતી જેના કારણે અનેક રોડ અકસ્માત થયા હતા. આજે પણ અનેક રાજ્યોમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન અને ફ્લાઈટ સેવા પ્રભાવિત થઈ છે.

સમગ્ર ઉત્તર ભારતમાં ઘણી ટ્રેન મોડી દોડી રહી છે જેનાથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગાઢ ધુમ્મસને કારણે ઘણી ફ્લાઈટ્સમાં મોડી આવી રહી છે તો એરપોર્ટે મુસાફરો માટે એડવાઈઝરી જાહેર કરી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x