કુડાસણ ખાતે વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિનો સેમિનાર યોજાશે
વર્તમાન પરિસ્થિતિમાં બની રહેલા અનિચ્છનીય બનાવોને પગલે બહેનો-દિકરીઓ પોતાનું સ્વરક્ષણ જાતે કરી શકે તેવા ઉદ્દેશથી ધ હેંગઆઉટ કાફે અને રેસ્ટો. દ્વારા કુડાસણ ખાતે વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિના સેમિનારનું આયોજન તા. ૭/૦૧/૨૦૨૪, રવિવારના રોજ સવારે ૯:૩૦ થી ૧૧:૩૦ કલાક દરમિયાન કરવામાં આવેલ છે. જેમાં ટેક્વોન્ડો માસ્ટર મિલાપ ટાટારિઆ જણાવી રહ્યાં છે કે, હાલના સમયમાં મહિલાઓ અને દિકરીઓની છેડતી થાય છે, ત્યારે અસામાજિક તત્ત્વોમાં ફસાયા હોય તો કેવી રીતે છૂટવું તેમજ કંઈ વસ્તુઓનો ઉપયોગ કરી અને પોતાનું રક્ષણ કરવું એ સમગ્ર વ્યક્તિગત સુરક્ષા અને સલામતી જાગૃતિના સેમિનારમાં પ્રેક્ટિકલી તાલીમ આપવામાં આવશે સાથે આ સેમિનારમાં જોડાવા અને વધુ માહિતી માટે ૮૧૬૦૦૬૫૬૨૭ પર સંપર્ક કરીને નામ નોંધાવી લેવું તેમ આયોજક દ્વારા જણાવવામાં આવેલ છે.