રાજ્યમાં 5 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડી અનુભવાશે
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે. માત્ર મોડી રાત્રે અને વહેલી સવારમાં ઠંડીનો અનુભવ થાય છે ત્યારબાદ ગરમી રહે છે. સરેરાસ માટો ભાગના શહેરોમાં 17 ડિગ્રીથી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે. જો કે હવામાન વિભાગે 5 જાન્યુઆરી બાદ ઠંડી પડવાના સંકેત આપ્યાં છે. 5 જાન્યુઆરી બાદ તાપમાનનો પારો ગગડતાં ઠંડી અનુભવાશે. જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ બાદ ઠંડી વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.