રાષ્ટ્રીય

ભારતીય વાયુસેનાએ હર્ક્યુલસ એરક્રાફ્ટને કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી

ભારતીય વાયુસેનાએ મોટી સફળતા હાંસલ કરી છે. વાયુસેનાએ પોતાના C-130J સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટને મધ્ય રાત્રીએ, પર્વતોથી ઘેરાયેલા કારગિલ એરસ્ટ્રીપ પર લેન્ડ કરવામાં સફળતા મેળવી છે. આ દરમિયાન વાયુસેનાના ગરુડ કમાન્ડોને પણ સુપર હરક્યુલસ એરક્રાફ્ટમાં કારગીલ મોકલવામાં આવ્યા હતા.

આ કમાન્ડોની તાલીમનો પણ એક ભાગ હતો કે, ગમે તેવી કટોકટીની સ્થિતિમાં તેમને શક્ય તેટલી ઝડપથી આગળ કેવી રીતે મોકલી શકાય.ગરુડ કમાન્ડો ફોર્સ એ એરફોર્સનું વિશેષ દળ છે. વાયુસેનાએ સુપર હર્ક્યુલસ એરક્રાફ્ટના લેન્ડિંગનો રોંચક વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

મુશ્કેલ ઊંચાઈની સ્થિતિમાં એરક્રાફ્ટનું લેન્ડિંગ હંમેશા પડકારજનક હોય છે.. આવી સ્થિતિમાં કારગિલ જેવા ઊંચા પહાડી વિસ્તારમાં મધ્યરાત્રીએ સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળ લેન્ડિંગ કરવું એ એક મોટી સફળતા છે. આ પહેલા એરફોર્સના પાયલટોએ ઉત્તરાખંડના ધારસુ ખાતે સુપર હરક્યુલસ એરક્રાફ્ટનું સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x