સાદરા ગામમાં શરણય ફાઉન્ડેશન દ્વારા ગરીબ બાળકોને નિઃશુલ્ક પતંગ વિતરણ કરાયા
સાદરા ગામમા ઉતરાયણના પર્વને લઈ અનેક સેવા કાર્યો કરવામાં આવે છે. જેમાં કેટલાક લોકો ગાયોને ઘાસ અને અન્ય પુણ્ય દાન કરતાં હોય છે. એજ ઉપલક્ષમાં ગાંધીનગર જિલ્લાના સાદરા ગામમાં છેલ્લા 15 વર્ષોથી ગરીબ બાળકોને નિ:શુલ્ક પતંગ વિતરણ કરવામાં આવે છે. આ સેવા કાર્ય શરણય ફાઉન્ડેશનના મનન કે. શાહ (યુ.એસ.એ) દ્વારા કરવામાં આવી રહ્યું છે.
બાળકોને ઉતરાયણમાં પતંગ ચગાવવાની ખૂબ ઈચ્છા હોય છે પણ કેટલાક ગરીબ લોકો પોતાની વ્યવસ્થા ન હોવાને કારણે પતંગ લાવી શકતા નથી. પણ મનનભાઇ સતત 15 વર્ષથી ગરીબ બાળકોને પતંગો આપી તેમની ખુશીમાં સહભાગી બને છે. અને બાળકોની ખુશીમાં પોતાની ખુશી જુએ છે.