વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈ જતી હોડી પલટી: હાલ 14ના મોત
વડોદરાના હરણી તળાવમાં વિદ્યાર્થીઓને લઈને જતી એક હોડી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં કુલ 12 વિદ્યાર્થી અને બે શિક્ષક સહિત કુલ 14 લોકોના મોત થયાના અહેવાલ છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા બચાવ અભિયાન ચાલી રહ્યું છે. બચી ગયેલા અન્ય વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા છે. ઘટના સ્થળે 10 એમ્બ્યુલન્સ પણ પહોંચી ગઈ છે અને ત્યાં પણ બચાવની કામગીરી ચાલુ છે. જ્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા જવાના રવાના છે.
વડોદરાના હરણી તળાવમાં હોડી ડૂબી જતાં થયેલા મૃત્યુથી હું વ્યથિત છું. આશા છે કે, ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થઈ જશે. સ્થાનિક તંત્ર દ્વારા પીડિતોને શક્ય તમામ મદદ પહોંચાડાઈ રહી છે. વડાપ્રધાન ફંડમાંથી દરેક મૃતકના પરિવારને રૂપિયા બે લાખ અને ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની સહાય અપાશે.
*મૃતક વિદ્યાર્થીઓ*
સકીના શેખ
મુઆવજા શેખ
આયત મન્સૂરી
અયાન મોહમ્મદ ગાંધી
રેહાન ખલીફા
વિશ્વા નિઝામ
જુહાબિયા સુબેદાર
આયેશા ખલીફા
નેન્સી માછી
હેત્વી શાહ
રોશની સૂરવે
મૃતક શિક્ષિકાઓ
છાયા પટેલ
ફાલ્ગુની સુરતી