રાષ્ટ્રીય

રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા: વિવાદ બાદ દિલ્હી એમ્સે OPD બંધ રાખવાનો નિર્ણય પાછો ખેંચ્યો

રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે દિલ્હી AIIMSમાં પણ અડધો દિવસની રજા જાહેર કરવામાં આવી હતી. પરંતુ વિવાદો બાદ હવે 22મી જાન્યુઆરીએ બપોરે 2:30 વાગ્યા સુધી તેની OPD સેવાઓ બંધ કરવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. દિલ્હી AIIMSના વહીવટી અધિકારી રાજેશ કુમારે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તમામ ક્લિનિકલ કેર સેવાઓ ઉપલબ્ધ રહેશે અને તમામ વિભાગોના એચઓડી અને કેન્દ્રોના વડાઓને તેમના સ્ટાફને આ અંગે જાણ કરવા સૂચના આપી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x