આવતી કાલે પ્રજાસત્તાક દિન નિમિત્તે હેપ્પી રક્તદાન શિબિરનું આયોજન
આગામી તા.૨૬મી જાન્યુઆરીના રોજ પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત ગાંધીનગરમાં કુડાસણ ખાતે શહેરની સેવાભાવી સંસ્થા હેપ્પી યુથ ક્લબ દ્વારા હેપ્પી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.હેપ્પી રક્તદાન શિબિર કુડાસણમાં મારુતિ નેક્સા શોરૂમની બાજુમાં સનરાઈઝ આર્કેડમાં પહેલાં મળે સ્થિત મનોરંજન મ્યુઝિકલ સ્ટુડિયો ખાતે સવારે ૯થી ૧૨ વાગ્યાં દરમ્યાન યોજાશે. હેપ્પી રક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર રક્તદાતાઓને સર્ટિફિકેટ અને શુભેચ્છા ભેટ આપી સન્માનિત કરાશે.
આ સાથે રક્તદાન શિબિર પહેલાં સવારે ૭થી ૮.૩૦ દરમ્યાન “હેપ્પી હેલ્ધી વેલ્ધી” નિઃશુલ્ક યોગ સેમિનારનો પ્રારંભ કરાશે જે તા.૩૧મી જાન્યુઆરી સુધી ચાલશે જેમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રમાણિત યોગ ટ્રેનર યોગ-પ્રાણાયામ નિદર્શનની સેવા આપશે. આ યોગ સેમિનારમાં જોડાવા માટે મો. નં. ૭૮૦૨૦ ૧૯૫૭૧ ઉપર કોલ કરીને રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. યુવાનોએ રક્તદાન કરીને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવા આયોજકો દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.