આંતરરાષ્ટ્રીયમનોરંજનરાષ્ટ્રીય

ઓસ્કાર્સ વર્ષ 2024નું નોમિનેશન લિસ્ટ જાહેર કર્યું:

હોલિવુડના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ્સ ઓસ્કાર્સે આ વર્ષ માટેનું નોમિનેશન લિસ્ટ જાહેર કર્યું છે. આ વર્ષે 96માં ઓસ્કાર એવોર્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે. મંગળવાર, 23 જાન્યુઆરીએ લાઇવ સ્ટ્રીમમાં એક્ટ્રેસ Zazie Beetz અને Jack Quaidએ 23 કેટેગરીમાં નોમિનેશનની જાહેરાત કરી છે.  લેજેન્ડરી ડાયરેક્ટર ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ ‘ઓપનહાઇમર’ લીડ કરી રહી છે. આ ફિલ્મને 13 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે.ઓપનહાઇમર’ પછી બીજા નંબરે ફિલ્મ ‘પૂઅર થિંગ્સ’ છે. જેને 11 કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. એક્ટર લિયોનાર્ડો ડિકેપ્રિયોની ‘કિલર ઓફ ધ ફ્લાવર મૂન’, 10 નોમિનેશન સાથે ત્રીજા નંબરે છે. ‘ઓપનહાઇમર’ સાથે જ રિલિઝ થયેલી એક્ટ્રેસ માર્ગો રોબીની ફિલ્મ ‘બાર્બી’ને ઓસ્કાર 2024માં 8 નોમિનેશન મળ્યાં છે. આ 2023ની બ્લોકબસ્ટર ફિલ્મોમાંથી એક હતી. પરંતુ એક્ટ્રેસ માર્ગો અને ફિલ્મની ડાયરેક્ટર ગ્રેટા ગર્વિગે ઓસ્કારમાં નોમિનેશન મળ્યું નથી. ઓસ્કાર 2024માં ભારતની ફિલ્મ ’12વીં ફેલ’ અને હિના ખાનની ફિલ્મ ‘કન્ટ્રી ઓફ બ્લાઇન્ડ’ને નોમિનેશન મળે તેવી આશા છે. પરંતું ડોક્યુમેન્ટ્રી ‘ફિલ્મ ટુ કિલ અ ટાઇગર’ ને નોમિનેશન મળી ગયું છે. ફિલ્મ ભારતના એક નાનકડા ગામ પર આધારિત ડોક્યુમેન્ટ્રી છે. જેને કેનેડામાં રહેતા નિશા પાહુજાએ બનાવી છે. નિશાનો ઉછેર દિલ્હીમાં થયો હતો. તેની આ ડોક્યુમેન્ટ્રીનું પ્રિમિયર ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલ 2022માં થયું હતું. તેને એમ્પ્લિફાઇ વોયસેજ એવોર્ડમાં બેસ્ટ કેનેડિયન ફિચર ફિલ્મનો એવોર્ડ પણ મળ્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x