ગુજરાતને ‘સુરત’ રૂપી ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું
ગુજરાતને ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું છે. સુરત એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ઉડાનો પણ શરુ થઈ ગઈ છે ત્યારે હવે સરકારી ગેઝેટમાં પણ સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી. જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજજો આપવાના પ્રસ્તાને મંજૂરી અપાઈ હતી. આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળતા સુરતવાસીઓમાં આનંદ છવાયો છે. સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાહની ફ્લાઈટ શરૂ કરાઈ છે. આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ સુરત એરપોર્ટ પરથી ફ્લાઈટ ઉડાન ભરશે તેવી શક્યતાઓ છે.