રાષ્ટ્રીય

જ્ઞાનવાપીમાં હિંદુઓ ભોંયરામાં પૂજા કરી શકશે, સાત દિવસમાં વ્યવસ્થા કરવા આદેશ

જ્ઞાનવાપી કેસમાં હિંદુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિંદુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે વ્યાજ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આ ઉપરાંત સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ આદેશ અપાયો છે. આ ભોંયરું મસ્જિદની નીચે આવેલું છે અને તે 1993થી બંધ છે. વારાણસી કોર્ટના નિર્ણય બાદ હવે વ્યાસજીના ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના થશે. હિન્દુ પક્ષો કોર્ટના નિર્ણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. ત્યાં નવેમ્બર-1993 સુધી પૂજા-અર્ચના કરાઈ હતી.શૈલેન્દ્ર કુમાર પાઠકે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આવેલ વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ કરવાનો અધિકાર આપવાની માંગ કરતી અરજી કરી હતી, જેના પર ગઈકાલે સુનાવણી હાથ ધરાયા બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશને સુરક્ષિત રાખી લીધો હતો અને આજે નિર્ણય સંભળાવ્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x