મુખ્યમંત્રી યોગી ભાજપના ધારાસભ્યો સાથે 11 ફેબ્રુઆરીએ શ્રી રામના દર્શન કરશે
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ભાજપના તમામ ધારાસભ્યો સાથે 11 ફેબ્રુઆરીના રોજ રામલલ્લાના દર્શન કરવાના છે. આ દરમિયાન વિધાનસભા અધ્યક્ષ સતીશ મહાના અને સમર્થક દળોના ધારાસભ્યો પણ હાજર રહેવાના છે. એક ફેબ્રુઆરીના રોજ સીએમ યોગીએ કેબિનેટ સાથે દર્શન કરવાની જાહેરાત કરી હતી. નવનિર્મિત રામ મંદિરમાં પ્રથમ ઉત્સવના રૂપે 14 ફેબ્રુઆરીના રોજ વસંત પંચમી ઉજવવામાં આવશે. જેમાં માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે. સાંસ્કૃતિક કાર્યક્રમ થશે. વર્ષ દરમિયાન રામ મંદિરમાં 12 પ્રમુખ ઉત્સવ અને પર્વ ઉજવવામાં આવશે.