ભારતીય વાયુદળનુ વિમાન AN-32 છેલ્લા ૭ દિવસથી ૧૩ જવાનો સહિત લાપતા થતાં સલામત પરત ફરે તેવી અરજ સાથે ગાંધીનગર કોંગ્રેસ “પ્રાથના સભા” યોજી.
ગાંધીનગર :
ભારતીય વાયુદળનુ વિમાન AN-32 છેલ્લા ૭ દિવસથી ૧૩ જવાનો સહિત લાપતા બન્યુ છે. જે સહિત સલામત પરત ફરે અને ૧૩ જવાનો પણ પરત ફરે તેવી અરજ સાથે આજે ગાંધીનગર શહેર કોંગ્રેસ અને ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ દ્વારા “પ્રાથના સભા” યોજવામા આવી હતી. પંચદેવ મંદિર, સે-૨૨, ગાંધીનગર ખાતે યોજાયેલ પ્રાથના સભામા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સૂર્યસિંહ ડાભી, પ્રદેશ પ્રવકતા ડો.હિમાંશુ પટેલ, શહેર પ્રમુખ ડૉ.કૌશિક શાહની વિશેષ ઉપસ્થિતિમા યોજયેલ પ્રાથના સભામા શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ભાવિનસિંહ ઠાકોર, મંગળસિંહ, ઇશ્વરભાઇ દેસાઇ, મહેન્દ્રભાઇ શ્રીમાળી, કરણસિંહ પરમાર, ખુમાનસિંહ રાણા, મેહુલ સોલંકી, પ્રતાપસિંહ ચાવડા, હિતેશભાઇ ઝાલા, મહેન્દ્રસિંહ ચાવડા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહીને પંચદેવ મંદિર ખાતે પ્રથના સભા યોજીને ૧૩ જવાનો સહિત AN-32 વિમાન સહિ સલામત પરત ફરે તેવી પ્રભુને અરજ કરી હતી. જેવુ જિલ્લા શહેર કોંગ્રેસ અખબારી યાદીમા મંત્રી અશ્વિનભાઇ દવેએ જણાવ્યુ છે.