ગુજરાત

અમરેલીના મોટા આસરાણાની ધ સ્કૂલ ઓફ સાયન્સ (SOS)ના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું

હાલ ઘણા સમયથી દુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે. ત્યારે હવે વધુ એક દુષ્કર્મનો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે. અમરેલી(Amreli) ના મોટા આસરાણા ગામ નજીક આવેલ એક ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યા હોવાનો મામલો જાણવા મળ્યો છે.

મળતી માહિતી અનુસાર અમરેલી(Amreli) ના રાજુલામાં ખાનગી શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું જાણવા મળી આવ્યું છે. ત્યારે સગીરા વિદ્યાર્થિની પર શિક્ષકે ગુજાર્યું 2 વાર દુષ્કર્મ કર્યું હોવાનું પણ સામે આવ્યું છે. દુષ્કર્મ આચર્યા બાદ શિક્ષક સામે ડુગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે ફરિયાદ નોંધાયા બાદ ડુગર પોલીસ દ્વારા શિક્ષક સામે કવાયત હાથ ધરવામાં આવી હતી.

ડુગર પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષક મોહીત જીંજાળાને ઝડપી પાડયો હતો. શિક્ષકના સ્વાંગમાં શૈતાન બનેલા આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x