ગાંધીનગરગુજરાત

ગિફ્ટ સિટીમાં ઘર ખરીદવા મામલે મારા સાથે થયો જાતિગત ભેદભાવ: જેપી મોર્ગનના વાઈસ પ્રેસીડેન્ટ

જેપી મોર્ગનના વાઈસ પ્રેસીડેન્ટ અનિરુદ્ધ કેજરીવાલે એક સનસનાટી મચાવતો દાવો કર્યો છે. તેમણે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ગુજરાતમાં જાતિ આધારિત ભેદભાવ થયાની ફરિયાદ કરીને સૌને ચોંકાવી દીધા હતા. તેમણે કહ્યું કે ગુજરાતની ગિફ્ટ સિટીમાં મેં એક ફ્લેટ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં મને મારી જાતિના કારણે ઘર ફાળવવાની ના પાડી દેવામાં આવી. તેમણે એવો દાવો પણ કર્યો કે તેમને ધમકાવવામાં પણ આવ્યા હતા. 30 જેટલાં લોકોએ તેમને ઘેરીને ધમકાવ્યા કે જો તેઓ તેમની ધમકી છતાં ઘર ખરીદવાનો પ્રયાસ કરશે તો તેમનું જીવવું મુશ્કેલ થઈ જશે. પરિવારને પણ અનેક તકલીફો વેઠવી પડશે. 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x