મનોરંજન

અંબાણી પરિવારની પાર્ટીમાં ડાન્સ કરનારા સ્ટાર્સ પર કંગનાનો વ્યંગ

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની ભવ્ય પ્રિ-વેડિંગ પાર્ટીમાં દેશ-વિદેશના મહેમાનો પહોંચ્યા હતા. સુપરસ્ટાર શાહરૂખ ખાન, સલમાન ખાન અને આમિર ખાને આ પાર્ટીમાં જબરદસ્ત ડાન્સ કર્યો હતો. આ ઉપરાંત પોપ સિંગર રિહાનાએ પણ આ ઇવેન્ટમાં પરફોર્મન્સ આપીને તેને યાદગાર બનાવી હતી. આ પાર્ટીમાં બચ્ચન પરિવાર તેમજ કપૂર પરિવારે પણ હાજરી આપી હતી. પરંતુ અભિનેત્રી કંગના રનૌત જોવા મળી ન હતી. હવે ત્રણ દિવસનું અંબાણી ફંક્શન પૂરું થયા બાદ અભિનેત્રીએ એક પોસ્ટ શેર કરી છે. કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પેજ પર એક પોસ્ટ શેર કરી છે. લતા મંગેશકરનો એક ઈન્ટરવ્યુ શેર કરીને કંગનાએ લતાજીના વખાણ કરતા કહ્યું હતું કે, કેવી રીતે કરોડો રૂપિયા મળવા છતાં તેમણે ક્યારેય કોઈ લગ્નમાં પરફોર્મ કર્યું નથી. આ સાથે તેણે પોતાની સરખામણી લતા મંગેશકર સાથે પણ કરી હતી. કંગનાએ ઈન્ટરવ્યુનો એક ભાગ શેર કર્યો જેમાં લતા મંગેશકરે કહ્યું હતું – “તમે મને પાંચ મિલિયન ડોલર આપો તો પણ હું નહીં આવું.”

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x