રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ હાથી પર કાઝીરંગા નેશનલ પાર્કમાં જંગલ સફારી કરી

વડાપ્રધાન મોદી 8 માર્ચથી આસામની બે દિવસની મુલાકાતે છે. આ દરમિયાન તે 18 હજાર કરોડ રૂપિયાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું ઉદઘાટન તથા શિલાન્યાસ કરશે. આજે તેમણે  નેશનલ પાર્કમાં જંગલ સફારી કરી હતી. આ દરમિયાન તેમણે હાથીની પણ સવારી કરી હતી. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 8 માર્ચની સાંજે કાઝીરંગા નેશનલ પાર્કમાં જ રોકાયા હતા. સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીની જીપ અને હાથી પર સવારી કરી કાઝીરંગા નેશનલ પાર્કમાં સફારી કરતા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. વહેલી સવારે વડાપ્રધાન કાફલા સાથે જંગલ સફારી કરવા પહોંચી ગયા હતા. વડાપ્રધાન મોદીએ પહેલીવાર કાઝીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. તેમણે અહીં સૌથી પહેલા પાર્કના સેન્ટ્રલ કોહોરા રેન્જના મિહિમુખ ક્ષેત્રમાં હાથીની સવારી કરી અને તેના પછી એ જ રેન્જમાં જીપની સફારી કરી હતી. પીએમ સાથે પાર્કના નિર્દેશક સોનાલી ઘોષ અને અન્ય વરિષ્ઠ વન્ય અધિકારીઓ પણ હતા.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x