ગાંધીનગર

ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલની કેન્ટીનમાં જોવા મળ્યા સડેલા બટાકા-ટામેટા, વાલીઓમાં રોષ ભભૂક્યો

ગાંધીનગરની SMVS સંચાલિત સ્વામિનારાયણ ધામ ઈન્ટરનેશનલ સ્કૂલના તઘલગી નિર્ણય સામે વાલીઓમાં રોષ વ્યાપી ગયો છે. વાલીઓને જાણ કર્યા વિના શાળા સંચાલકોએ ધોરણ 1 થી 8 ગુજરાતી માધ્યમનો સમય બપોરનો કરવાનો નિર્ણય થોપી દેવામાં આવ્યો છે. જેને લઈને વાલીઓએ બે દિવસ અગાઉ સ્કૂલમાં એકઠા થઈ સ્કૂલ પ્રશાસનને આવેદનપત્ર આપી લડતનાં મંડાણ કરવામાં આવ્યા છે તેમ છતાં સ્કૂલ સંચાલકોનાં પેટનું પાણી હલતું નથી. આ મામલે બે દિવસ પહેલા વાલીઓએ સ્કૂલમાં જઈને સ્કૂલનો સમય રાબેતા રાખવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જો કે, ગઈકાલે વર્ગ શિક્ષકો દ્વારા બાળકોને સમય બાબતે પૂછતાંછ કરવામાં આવતાં આજે ફરીવાર વાલીઓ સ્કૂલમાં પહોંચી ગયા હતા. અને વાલીઓ દ્વારા જ્યારે સ્કુલની કેન્ટીનની સરપ્રાઈઝ વિઝિટ કરતા રસોડામાં સડેલા બટાકા અને ટામેટા પડેલા જોઈ વાલીઓ ચોંકી ઉઠયા હતા. અને આ મુદ્દે વાલીઓએ બે અઢી કલાક સુધી આચાર્ય સમક્ષ રોષ ઠાલવ્યો હતો.

આ અંગે વાલીઓનાં જણાવ્યા મુજબ શાળાની કેન્ટીનમાં સડેલા બટાકા – ટામેટા પડેલા હતા. કેન્ટીનમાં આવું જમવાનું બાળકોને આપવામાં આવી રહ્યું છે. જેથી આચાર્યની સાથે બે થી અઢી કલાક મિટિંગ કરી હતી. પરંતુ આચાર્યએ સડેલા ખાધ પદાર્થ નાખી દેવામાં દેવાની હૈયાધારણા આપી હતી.

આ અંગે શાળાના આચાર્ય નિર્મલ પટેલે કહ્યું કે, આજે વાલીઓ સ્કૂલમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા. જેમની રજૂઆત સંદર્ભે સ્કૂલ મંડળને જાણ કરાઈ છે. ટ્રસ્ટી મંડળ દ્વારા આગળ નિર્ણય લેવામાં આવશે. જ્યારે કેન્ટીનના અખાદ્ય વસ્તુઓ અંગે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, જમવાનું અલગથી બનેલું હતું. બટાકા ટમેટા અલગ રાખવામાં આવ્યા હતા. સડેલા બટાકા ટામેટા બાબતે પણ કેન્ટીન મેનેજરને કીધું છે. મંદિરનો હોળી મહોત્સવ પૂર્ણ થયા પછી વાલીઓ સાથે મિટિંગ કરાશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x