ગાંધીનગર

રાષ્ટ્રીય ક્રેયોન દિવસની ઉજવણીના ભાગરૂપે સે. ૩/એ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રીય ક્રેયોન દિવસની ઉજવણીના ભાગરૂપે જય ગાયત્રી ચેરીટેબલ ટ્રસ્ટ, મિલાપ ટાટારિઆ અને ટ્રીક ટુ ક્રિએટ દ્વારા આયોજિત તા. ૩૧મી માર્ચ, રવિવારે સવારે ૯:૦૦ કલાકે સેક્ટર-૩/એ ખાતે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધામાં ભાગ લેવા માટે ફોર્મ ભરીને, રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. આયોજક દ્વારા ભાગ લેનાર સ્પર્ધકોને ડ્રોઇંગ પેપર, પ્રમાણપત્ર અને ગિફ્ટ આપવામાં આવશે. આ સ્પર્ધાનો વિષય ” કોઈપણ રંગીન કૃતિ ” રહેશે. આ સ્પર્ધામાં ૩ વર્ષથી ૨૦ વર્ષ સુધીના બાળકો ભાગ લઇ શકશે. ફક્ત ૨૫ સંખ્યા લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. રજિસ્ટ્રેશન અને વધુ માહિતી માટે ૮૧૬૦૦૬૫૬૨૭ પર સંપર્ક કરીને નામ નોંધાવી લેવાના રહેશે. સ્પર્ધામાં નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x