રાષ્ટ્રીય

Jeep Compass Trailhawk ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ખાસિયતો.

FCA ઇન્ડિયાએ ભારતમાં Jeep Compass Trailhawk ને 26.80 લાખ રૂપિયાની શરૂઆતની કિંમતે લોન્ચ કરી દીધી છે. નવી ઓલ-વહીલ-ડ્રાઇવ (AWD) SUVમાં BSVI (BS6) કોમ્પલિએન્ટ એન્જીન, ખૂબ જ સારું ટ્રાન્સમિશન, સારી એવરેજ, ખૂબ જ સારી ઓફ રોડ કેપેસીટી અને મલ્ટીપલ ટેરેન મોડ્સ આપવામાં આવ્યા છે.

મેડ ઈન ઇન્ડિયા Jeep Compass Trailhawk AWD ને કંપનીના દેશમાં આવેલા 82 રિટેઇલ ડીલર પાસેથી ખરીદી શકાય છે. ઓફ રોડ માટે બુકિંગની શરૂઆત 11 જૂનથી શરુ કરવામાં આવી હતી અને બુકિંગ કિંમત 50,000 રૂપિયા રાખવામાં આવી છે.

જીપે તેની ખૂબ અપેક્ષિત એસયુવી, જીપ કંપાસ ટ્રેઇલહોક ભારતમાં લોન્ચ કરી છે. દેશમાં તેની એક્સ-શોરૂમ કિંમત 26.8 લાખ રૂપિયા છે. જીપ કંપાસ ટ્રાયલહોક જીપ કંપાસ ટ્રેઇલહોકની કિંમત ટોપના વર્ઝન કરતાં 3.70 લાખ રૂપિયા વધારે છે.જીપ કંપાસ ટ્રેઇલહોકમાં 2.0 લીટર, 4 સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 170.63 bhpનો પાવર 350એનએમ ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન બીએસ6 એમિશન નોમ્સનું અનુરુપ છે.

Compass Trailhawk નું એન્જિન 9 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સથી સજ્જ છે. કંપાસ એસયુવીની લાઇનઅપમાં આ પહેલી કાર છે, જેમાં ડીઝલ એન્જિન સાથે ઓટોમેટિક ગિયરબોક્સ પ્રદાન કરવામાં આવે છે.જીપ કંપાસ Trailhawkમાં એપલ કારપ્લે, એન્ડ્રોઇડ ઓટો, અને નેવિગેશન સાથે 8.4 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટો ક્લાઇમેટ કંન્ટ્રોલ, કી લેસ ગો, ઓટો સ્ટાર્ટ ફંકશન, ક્રૂઝ કંટ્રોલ અને 7 ઇંચ મલ્ટી ઇન્ફોર્મેશન ડિસ્પ્લે જેવા ફિચર્સ સ્ટાન્ડર્ડ આપવામાં આવ્યાં છે. આ એસયુવીમાં ઑફ-રોડ સનરૂફ પણ છે.

Jeep Compassમાં 17-ઇંચ ડ્યૂઅલ ટોન એલોય વ્હીલ્સ, બોન્નેટ બ્લેક કલર મોટા સ્ટીકરો અને ગ્રિલ, ફોગલેમ્પની ચાર બાજુ વિન્ડો લાઇન પર આપવામાં આવેલી ગનમેટલ ફિનિશ તેને રેગ્યુલર કંપાસથી અલગ બનાવે છે. ટ્રેઇલહોકના ફ્રન્ટ અને રિયર બંપર પણ રેગ્યુલર કંપાસથી અલગ છે.

Compass Trailhawk ના ગ્રાઉન્ડ ક્લિયરન્સ 205 મીમી છે, જે સ્ટાન્ડર્ડ કંપાસથી 27 મીમી વધારે છે. તેમા આપેલી સાઇડ ક્લૈડીંગ અને હિલ હોલ્ડિ કંટ્રોલ અને હિલ ડીસેન્ટ કન્ટ્રોલ ફિચર્સ તેને દમદાર ઓફ-રોડ એસયૂવી બનાવે છે. ટ્રેઇલહોકમાં તમામ હવામાન અનુસાર ફ્લોર મેટ આપવામાં આવ્યાં છે. આમા પાંચ ડ્રાઇવ મોડ, ઓટો સ્નો, હિમ, રેતી, કાદવ અને રોક મોડ છે.

સેફ્ટી માટે કંપાસ ટ્રેઇલહોકમાં 6 ગિયરબોક્સ, એબીએસ, એએસસી, ટ્રેક્શન કન્ટ્રોલ, હિલ-સ્ટાર્ટ આસિસ્ટ, રોલ-ઓવર મિટિગેશ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, રિવર્સ સેન્સર્સ અને રિયર કેમેરા જેવા ફિચર્સ આપવામાં આવ્યાં છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x