ઓટીસ્ટીક(ASD) બાળકોના વાલીઓ માટે તણાવ વ્યવસ્થાપન તાલીમ કાર્યક્રમ યોજાયો
વિશેષ એજ્યુકેશન સેન્ટર ગાંધીનગર દ્વારા ઓટીઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડર બાળકોના વાલીઓ માટે સેન્ટર ફોર એન્ટરીપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ગાંધીનગરના સહયોગથી તા. ૪/૫/૨૦૨૪ને શનિવારના રોજ એક દિવસીય તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ૪૦ જેટલા વાલીઓ એ ભાગ લીધેલ હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ભાનુભાઈ ચૌહાણ હાજર રહેલ હતા. ડૉ.ચિતન સોલંકી મનોચિકિત્સક, ડૉ. મનીષા પાઠક ખ્યાતનામ મોટીવેશનલ સ્પીકર, ડૉ. ચિરાગ બેકર બાળરોગ નિષ્ણાત, ડૉ ધ્વનિ ભટ્ટ ફીજીઓથેરાપીસ્ટ, ડૉ. ચિરાગ ઉપાધ્યાય પ્રિન્સિપાલ તથા દીપાલી ઉપાધ્યાય નિયામકશ્રી જેવા અનુભવી નિષ્ણાતો એ પોતાની સેવા આપેલ હતી. ASD ચિલ્ડ્રન ધરાવતા માતા-પિતા માટે આ તાલીમ ખૂબ જ ઉપયોગી, અર્થપૂર્ણ અને મહત્વપૂર્ણ સાબિત થઈ હતી.