આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક તબક્કામાં મતદાન યોજાશે,
આવતીકાલે 7મી મેએ ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં મતદાન યોજાશે, આ લોકસભાની ચૂંટણી માટે ગઇકાલે સાંજથી પ્રચાર પડઘમ શાંત થઇ ચૂક્યા છે, આજે રાજ્યમાં ભાજપ, કોંગ્રેસ અને આપ માટે ખાનગી પ્રચાર માટે કતલની રાત સમાન રાત બની રહેશે, ગુજરાતમાં ભાજપ તમામ 26 બેઠકો પર ચૂંટણી લડી રહ્યુ છે, તો વળી કોંગ્રેસ 24 અને આપ 2 બેઠકો પર ચૂંટણી મેદાનમાં છે. ઉલ્લેખનીય છે કે આવતા મહિનાની 4થી જૂને લોકસભા ચૂંટણીનું પરિણામ જાહેર થશે. ત્રીજા તબક્કાના મતદાન માટે ગઇકાલે પ્રચંડ પ્રચારનો છેલ્લો દિવસ હતો, 7 મેએ 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન યોજાશે, ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થશે.દાદરાનગર હવેલી, દીવ-દમણની એક એક બેઠક માટે મતદાન થશે,. કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 11, MPની 9 માટે મતદાન યોજાશે. યુપીની 10, છત્તીસગઢની 7, બિહારની 5 બેઠકો માટે મતદાન યોજાશેલોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે. આ તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. આ તબક્કામાં બિહાર, છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ જેવા કેટલાક મોટા રાજ્યોમાં મતદાન થશે.