ગુજરાતમાં 11થી 15 મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં આકરી ગરમી વચ્ચે વરસાદી માહોલ જોવા મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છેકે, આગામી 11થી 15 મેથી ગુજરતમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ પાંચ દિવસ દરમિયાન સુરત, સાબરકાંઠા, જામનગર અને અમરેલી સહિતના જિલ્લામાં માવઠું થઇ શકે છે.
11થી 15 મે આ જિલ્લાઓમાં વરસાદની શક્યતા
11 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં જ્યારે 12 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે.
13 મેના રોજ સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં જ્યારે 14 મેના રોજ જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ પડી શકે છે. 15 મેના રોજ તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા છે.