ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુર જોષી HiRA એવોર્ડથી સન્માનિત
IM હેપ્પીનેસ ફાઉન્ડેશન, JG યુનિવર્સિટી અને ચિરિપાલ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રીતે યુનાઇટેડ નેશન્સના હેપ્પીનેશ ઈન્ડેક્ષને ધ્યાનમાં રાખીને ઈન્ડેક્સ રેકગ્નિશન એવોર્ડ્સ 2024નું આયોજન અમદવાદ ખાતે કરવામાં આવ્યું. જેમાં ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટના સંસ્થાપક અને મેનેજીગ ટ્રસ્ટી ડો. મયુર જોષીનું HiRA એવોર્ડથી આંતરરાષ્ટ્રીય સેફ રણવીર બ્રારના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સમગ્ર ભારતમાંથી ૨૫ વ્યક્તિઓને HIRA એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલ.
ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ પરિવારના માધ્યમથી ડો. મયુર જોષી ૨૭ વર્ષથી સતત ૧૧,૦૦૦ વધુ વંચિત બાળકોને વર્ષભર ચાલે તેટલી શૈક્ષણિક સામગ્રી આપીને તેઓને મૂલ્ય આધારીત શિક્ષણમાં સહ્યા કરવાની સાથે વ્યક્તિગત સ્વચ્છતા ઉપર ભાર મૂકીને શાળાલક્ષી વિવિધ કાર્યો કરવામાં આવે છે. ઉદગમ દ્વારા વિવિધ સેવા વસ્તી, સરકારી શાળા અને ગ્રામ્ય વિસ્તારની દીકરીઓ અને બેહનોને નિઃશુલ્ક સેનેટરી પેડ આપવાની સાથે વ્યક્તિગત સ્વચ્છતા અને ખાસ કરીને મેન્સ્ટુઅલ હાઇજીન મેન્ટેઇન કરવા માટે માર્ગદર્શન આપવામ આવે છે. હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતના સંવર્ધન સારું વિવિધ કાર્યો કરે છે. ખાસ વર્ષ ૨૦૧૦થી આંતરરાષ્ટ્રીય મહિલા દિને બહેનોને ઉદગમ વુમન્સ એચીવર એવોર્ડથી સનમાન કરવાનું ભગીરથ કાર્ય કરે છે. સાથોસાથ વંચિતો માટે આરોગ્ય કેમ્પ, વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યો કરીને સહુની હેપ્પીનેશ વધારવાનું કાર્ય કરી રહ્યા છે.
ડો. મયુર જોષી વિવિધ રાષ્ટ્રીય સરકારી તથા આંતરરાષ્ટ્રીય બિન સરકારી સમિતિઓમા હોદેદારથી સભ્ય તરીકે કાર્ય કરવાની સાથે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની આર્થિક સમૂહની સંસ્થા સ્વદેશી જાગરણ મંચના પ્રાંત પ્રચાર પ્રમુખ તરીકે પણ સેવા આપે છે અને તેમને સ્થાનિક થી લઈને આંતરરાષ્ટ્રીય સંસ્થો તરફથી બહુવિધ પુરસ્કારો પ્રાપ્ત થયા છે.
ઉદગમ વિશે: ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ મહિલા અને બાલ કલ્યાણ જેવા અનેકવિધ ક્ષેત્રે છેલ્લા ૨૭ વર્ષથી મહિલા સશક્તિકરણ, આરોગ્ય અને સ્વચ્છતા, બેટી બચાવો- બેટી પઢાઓ, ગરીબ બાળકોના શિક્ષણ સહાય, વૃક્ષારોપણ, યુવા સશક્તિકરણ, ભારતીય શાસ્ત્રીય સંગીત પ્રચાર- પ્રસાર જેવા વિવિધ કાર્યો કરે છે.