રાષ્ટ્રીય

VIP દર્શન બંધ, Reels બનાવવા પર રોક…: ચારધામ યાત્રા માટે એક બાદ એક મોટા નિર્ણય લેવાયા

ચારધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. 10 મે એ કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખોલવામાં આવ્યા હતાં. 12 માર્ચે બદરીનાથના કપાટ ખોલવામાં આવ્યા. તે બાદથી સતત મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ચારધામની યાત્રા પર રવાના થઈ રહ્યાં છે. ચારધામની યાત્રા માટે અત્યાર સુધી 26 લાખથી વધુ લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. લગભગ 3 લાખથી વધુ લોકો ચારધામના દર્શન કરી ચૂક્યા છે. ચારધામની યાત્રા શરૂ થયા બાદથી અત્યાર સુધી 11 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. મૃતક 4 લોકોમાં ડાયાબિટીસની સાથે-સાથે બ્લડ પ્રેશરની પણ ફરિયાદ હતી. ઘણા શ્રદ્ધાળુ એવા પણ છે જે રજિસ્ટ્રેશન વિના ચારધામની યાત્રા કે માત્ર કેદારનાથ અને બદરીનાથના દર્શન માટે રવાના થઈ ચૂક્યા છે. તેનું પરિણામ એ થયું છે કે ચારધામ જતા માર્ગો પર ભીષણ જામનો લોકોએ સામનો કરવો પડી રહ્યો છે.

ચારધામ જતા અલગ-અલગ માર્ગો પર ક્યાંક ગાડીઓનો જામ લાગ્યો છે તો ક્યાંક લાંબી લાઈનમાં કલાકો સુધી શ્રદ્ધાળુઓને ઊભા રહીને રાહ જોવી પડી રહી છે. ચારધામની યાત્રા દરમિયાન તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. દરમિયાન ચારધામ યાત્રા પર જતા શ્રદ્ધાળુ ધ્યાન આપે કે હવે તંત્રએ મહત્વનો અને મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતૂડીએ ચારધામ યાત્રામાં તીર્થયાત્રીઓની ભારે ભીડને જોતા VIP દર્શન પર લાગેલા પ્રતિબંધને 31 મે સુધી વધારી દીધો છે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી શ્રદ્ધાળુ જે લાંબી લાઈનમાં ફસાયેલા છે અને વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા છે તેઓ ચારધામના દર્શન કરી શકે. આટલો જ એક વધુ મહત્વનો નિર્ણય રાધા રતૂડીએ લીધો છે. જોકે હવે ચારધામ મંદિરની આસપાસ વીડિયોગ્રાફી, ફોટોગ્રાફી કે રીલ્સ બનાવવા પર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે.

આદેશાનુસાર, ચારધામ મંદિરના 50 મીટરના અંતરમાં સોશિયલ મીડિયા માટે રીલ બનાવવા, વીડિયોગ્રાફી કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. પર્યટન સચિવ અને ગઢવાલ ડિવીઝનના કમિશ્નર, ડીએમ તથા એસપીને પણ આ બાબતે આદેશ મોકલી દેવાયા છે. દરમિયાન જો શ્રદ્ધાળુ કે યાત્રી જો ચારધામ મંદિરના 50 મીટરના અંતરમાં ફોટોગ્રાફી, વીડિયોગ્રાફી અને રીલ્સ બનાવતા જો જોવામાં આવે છે તો તેમના વિરુદ્ધ તંત્ર દ્વારા એક્શન લેવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે જે શ્રદ્ધાળુ ચારધામ યાત્રા પર જવાનું વિચારી રહ્યાં છે. તેમણે થોડા સમય માટે પોતાની યાત્રાને ટાળી દેવી જોઈએ. એટલું જ નહીં, જો તમે ચારધામની યાત્રા પર જવાના છો તો રજિસ્ટ્રેશન વિના ન જાવ તો સારુ રહેશે. કેમ કે ચારધામ યાત્રા દરમિયાન ખોરવાઈ ગયેલી વ્યવસ્થાનું કારણ તે લોકોને પણ જણાવાયું છે જેઓ રજિસ્ટ્રેશન વિના મોટી સંખ્યામાં દેવભૂમિ પહોંચ્યા. આ કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

અવ્યવસ્થાનું કારણ લોકોનું ચારધામ યાત્રા પર રજિસ્ટ્રેશન વિના કે આપવામાં આવેલી તારીખથી પહેલા પહોંચવું પણ જણાવાઈ રહ્યું છે. દરમિયાન મહત્વનું છે કે જો તમે ચારધામની યાત્રા પર જવાનું વિચારી રહ્યાં છો તો રજિસ્ટ્રેશન વિના બિલકુલ ન જાવ. સાથે જ રજિસ્ટ્રેશન થઈ ગયા છતાં પણ પોતાની યાત્રા સંબંધિત જાણકારી તંત્રના અધિકારીઓ પાસેથી લેતા રહો, જેથી તમને વ્યવસ્થા-અવ્યવસ્થા અને યોગ્ય પરિસ્થિતિની જાણકારી મળતી રહે. ચારધામની યાત્રા કરવા જો તમે જઈ રહ્યા છો તો પ્રયત્ન કરો કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરો. કેમ કે જામનું સાચું કારણ ખાનગી વાહન બની ચૂક્યા છે. કેમ કે મોટી સંખ્યામાં ખાનગી વાહનોથી લોકો ચારધામની યાત્રા પર પહોંચી રહ્યા છે. પહાડો પર રસ્તા સાંકડા હોય છે. દરમિયાન જામ જેવી સ્થિતિએ લોકોને પરેશાન કરીને મૂક્યા છે. ખૂબ જરૂરી હોય ત્યારે જ ખાનગી વાહનથી ચારધામની યાત્રા કરવી યોગ્ય છે.

જો તમે ચારધામની યાત્રા પર જઈ રહ્યાં છો તો ઉતાવળમાં ક્યાંય પહોંચવા કે ક્યાંકથી નીકળવાનો પ્રયત્ન ન કરો. આરામથી પોતાની યાત્રાને સંપન્ન કરો. સાથે જ તંત્રના અધિકારીઓ સાથે સંપર્કમાં રહો અને વર્તમાન સ્થિતિની જાણકારી મેળવતા રહો. જેથી તમને જાણ થઈ શકે કે તમે આગામી પડાવ પર જ્યાં જવાના છો ત્યાં પરિસ્થિતિ શું છે.ચારધામની યાત્રા પર જો તમે જઈ રહ્યાં છો તો ધ્યાન રાખો કે ચારધામ કોઈ પિકનિક સ્પોટ નથી. સનાતન ધર્મના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળો પૈકીનું એક છે. દરમિયાન સ્થળની પવિત્રતા જાળવી રાખો અને દરેક સ્થળે રીલ્સ બનાવવાનું ટાળો અને પોતાની સાથે વધુ સામાન લઈને ન જાવ. 

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x