રાષ્ટ્રીય

લોકસભાની ચૂંટણી લડતા 121 ઉમેદવારો અભણ અને 359 ઉમેદવારો ધોરણ 5 સુધી ભણેલા: ADR રિપોર્ટ

લોકસભા ચૂંટણી 2024માં કુલ 8,360 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે અને તેમાથી 8,337 ઉમેદવારોની શેક્ષણિક પશ્ચાદભૂમિની એસોસિયેશન ફોર ડેમોક્રેટિક (ADR)એ ચકાસણી કરી છે. તેના રિપોર્ટ મુબજ આ ચૂંટણીમાં કુલ ઉમેદવારોમાંથી 121 ઉમેદવાર અભણ છે, 359 ઉમેદવાર આઠમું પાસ છે અને 647 ઉમેદવાર આઠમુ પાસ છે, કુલ 1,303 ઉમેદવારોએ પોતાને 12મું પાસ અને 1502 ઉમેદવારોએ પોતાને સ્નાતક જાહેર કર્યા છે, જ્યારે 198 ઉમેદવાર પાસે ડોક્ટરેટની ડિગ્રી છે.

ચૂંટણીના પ્રથમ તબક્કામાં 639 ઉમેદવારોએ તેમની શૈક્ષણિક વિગતો આપી હતી તે મુજબ તે પાંચથી લઈ 12મી પાસ હતા. જ્યારે 836 ઉમેદવાર સ્નાતક હતા અથવા તેનાથી પણ ઊંચી ડિગ્રી ધરાવતા હતા. જ્યારે ફક્ત 36 ઉમેદવારો પોતાને સાક્ષર ગણાવ્યા હતા અને 26 એકદમ નિરક્ષર હતા. બીજા તબક્કામાં 533 ઉમેદવારો પાંચથી બારમું ધોરણે પાસ હતા. જ્યારે 574 ઉમેદવારો સ્નાતક કે સ્નાતકોતેર હતા. જ્યારે 37 ઉમેદવારો પોતાને ફક્ત સાક્ષર ગણાવ્યા હતા, આઠ અંગૂઠાછાપ હતા અને ત્રણે તેમની શૈક્ષણિક વિગતો આપી ન હતી.

ત્રીજા તબક્કામાં 639 ઉમેદવારોએ તેમને પાંચથી બાર પાસ ગણાવ્યા હતા. 591 ઉમેદવારોએ તેમને સ્નાતક કે સ્નાતકોત્તેર ગણાવ્યા હતા. ચોથા તબક્કામાં 644 ઉમેદવારોએ તેમને ધોરણ પાંચથી 12 પાસ ગણાવ્યા હતા. જ્યારે 944 ઉમેદવારોએ સ્નાતક કે સ્નાતકોત્તેર ગણાવ્યા હતા. 30 ઉમેદવારોએ પોતાને સાક્ષર ગણાવ્યા હતા, તો 26 નિરક્ષર હતા.

પાંચમાં તબક્કામાં 293 ઉમેદવારાએ પાંચથી 12 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. છઠ્ઠા તબક્કામાં કુલ 332 ઉમેદવારોમાં પાંચથી 12મું ધોરણે પાસ છે. 478 ઉમેદવારોએ પોતાને સ્નાતક કે સ્નાતકોત્તેર જણાવ્યા છે. 22 ડિપ્લોમા હોલ્ડર છે, 12 ઉમેદવારો સાક્ષર છે અને 13 નિરક્ષર છે. સાતમાં તબક્કામાં કુલ 402 ઉમેદવારો પાંચથી બારમુ ધોરણે પાસ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x