કોંગ્રેસના દિગ્ગજ નેતાનો PA સોનાની તસ્કરીમાં ઝડપાયો
કેરળના તિરુવનંતપુરમના કોંગ્રેસના સાંસદ શશિ થરૂરના સહાયક (PA)ની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. આ મામલો સોનાની દાણચોરી સાથે જોડાયેલો હોવાની માહિતી મળી રહી છે. તેના પર નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સોનું રાખવાનો આરોપ છે. તે દુબઈથી પરત ફરી રહ્યો હતો. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.
આ મામલા વિશે માહિતી આપતા કસ્ટમ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે શશિ થરૂરના સહાયક શિવકુમાર દુબઈથી પરત ફરતી વખતે દિલ્હી એરપોર્ટ પર પકડાયા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર અધિકારીઓએ શિવ કુમાર પાસેથી મોટી માત્રામાં સોનું જપ્ત કર્યું છે અને તેની પાસેથી જપ્ત કરાયેલા સોના સાથે સંબંધિત દસ્તાવેજો પણ માંગ્યા છે.
સોનાની સત્યતા જાણવા માટે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કસ્ટમ વિભાગે શિવ કુમાર પાસેથી લગભગ 30 લાખ રૂપિયાનું સોનું રિકવર કર્યું છે.