સુરત ફાયર વિભાગની કાર્યવાહી, બે દિવસમાં 12 હોસ્પિટલ અને 15 થિયેટર કર્યા સીલ
ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી, બીયુસી તેમજ અન્ય ખામીઓ ધ્યાનમાં રાખીને આજે હોસ્પિટલો, થિયેટરો, દુકાનો પર કાર્યવાહી કરી હતી. મહાનગર પાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ન રાખવામાં આવતા આજે કાર્યવાહી કરવામાં આવી છે. હવે ફાયરસેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે જ આ મીલકતોના સીલ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ શહેરમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં એક સ્કુલને સીલ કરતા ભારે હોબાળો થયો છે.રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સુરતનું સરકારી તંત્ર સફાળુ જાગ્યું છે. શહેરમાં રવિવારે રાતથી શરૂ થયેલી ફાયર એનઓસી અને બીયુસી પરમિશન વિનાની તથા અન્ય ખામીઓ મળી આવે તેવી મિલકત સીલ કરવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા બે દિવસમાં દુકાનો, ટેક્સટાઈલ માર્કેટ સહિતની જાહેર જગ્યાઓ પર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટી, બીયુસી તેમજ અન્ય ખામીઓ ધ્યાનમાં રાખીને આજે હોસ્પિટલો, થિયેટરો, દુકાનો પર કાર્યવાહી કરી હતી. મહાનગર પાલિકા દ્વારા અનેકવાર નોટિસ આપવા છતાં પણ ફાયરના સાધનો ન રાખવામાં આવતા આજે કાર્યવાહી કરવામાં આવી છે. હવે ફાયરસેફ્ટી ઉપલબ્ધ કરવામાં આવશે ત્યારે જ આ મીલકતોના સીલ ખોલવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બુધવારે પણ શહેરમાં સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે વરાછા ઝોનના પુણા વિસ્તારમાં એક સ્કુલને સીલ કરતા ભારે હોબાળો થયો છે.