રાષ્ટ્રીય

નિશાંત અગ્રવાલને નાગપુર કોર્ટે આજીવન કેદની સજા, ISI માટે જાસૂસી કરવાનો હતો આરોપ

બ્રહ્મોસ એરોસ્પેસના પૂર્વ એન્જિનિયર નિશાંત અગ્રવાલને નાગપુર કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. તેના પર પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISI માટે જાસૂસી કરવાનો આરોપ છે.

નિશાંત અગ્રવાલની 2018માં બ્રહ્મોસ મિસાઈલની માહિતી પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સી ISIને લીક કરવા બદલ ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર એટીએસ અને મિલિટરી ઈન્ટેલિજન્સ દ્વારા 2018 માં નાગપુર નજીક ધરપકડ કરવામાં આવી હતી.
નિશાંત અગ્રવાલ બ્રહ્મોસ એરોસ્પેસમાં સિનિયર સિસ્ટમ એન્જિનિયર હતો અને મિસાઈલ પ્રોજેક્ટ્સમાં પણ સામેલ હતો. બ્રહ્મોસ એરોસ્પેસ ભારત અને રશિયા વચ્ચેનું સંયુક્ત સાહસ છે, જે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ વિકસાવે છે. નિશાંતે તેની વિશેષતાઓ અને ટેકનીકલ કુશળતાના કારણે બ્રહ્મોસ એરોસ્પેસમાં ઘણા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે.
નિશાંત અગ્રવાલે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) રોપડમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ પછી તેણે બ્રહ્મોસ એરોસ્પેસમાં એન્જિનિયર તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. જેની કુશળતાના કારણે ખૂબ જ ઓછા સમયમાં બ્રહ્મોસ એરોસ્પેસમાં મહત્વપૂર્ણ હોદ્દા પર બઢતી મળી ગઈ અને મિસાઈલ પ્રોજેક્ટ્સ પર કામ કરતી ટીમનો મહત્વનો સભ્ય બની ગયો હતો.
ધરપકડ બાદ નિશાંત અગ્રવાલને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. તેની સામે આઈટી એક્ટ અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. તપાસ એજન્સીઓએ તેના કોમ્પ્યુટર અને અન્ય ડીજીટલ ડિવાઈસની તપાસ કરી અને સંવેદનશીલ ડેટા ટ્રાન્સફર થયો હોવાનું જાણવા મળ્યાનો દાવો કર્યો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x