રાષ્ટ્રીય

નેપાળ-ભૂટાન સહિત વિશ્વભરના નેતાઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા

દેશમાં 18મી લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ ગયા છે. ત્યારે આ વખતે જનતાએ ફરી એકવાર NDAને બહુમત આપ્યું છે. જે બાદ સતત ત્રીજી વખત નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે. ત્યાર આ અવસરે પડોશી દેશોના નેતાઓએ પીએમ મોદીને અભિનંદન પાઠવ્યા છે.
મોરેશિયસના પીએમ પ્રવિંદ જગન્નાથએ X પર પોસ્ટ કરતા આશા વ્યક્ત કરી કે, પીએમ મોદીના નેતૃત્વમાં ભારત તેની વિકાસ યાત્રા જારી રાખશે. આ સાથે જ ભારતનું લોકતંત્ર ઉલ્લેખનીય પ્રગતિ કરતું રહેશે.

ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબ્ગેએ વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં ઐતિહાસિક સતત ત્રીજી જીત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. આ સાથે જ તેમને સંબંધો મજબૂત કરવા માટે મોદીના નેતૃત્વ વાળા ભારત સાથે મળીને કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.

ઈટલીની વડાપ્રધાન મેલોનીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવતા કહ્યું કે, ભારત, ઈટલીને એકજૂટ કરવા માટે સાથે મળીને કામ કરીશું. બંને દેશ વિવિધ મુદ્દે સહયોગ કરશે, જે બંને દેશોના લોકોની સુખાકારી માટે જોડાયે છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે X પર પોસ્ટ કરતા વડાપ્રધાન મોદીને અભિનંદન પાઠવતા લખ્યું કે, શ્રીલંકા ભારત સાથે ભાગીદારી મજબૂત કરવા માટે ઉત્સુક છે.

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’એ પણ પીએમ મોદીને અભિનંદન આપ્યા. તેમને વિશ્વની સૌથી મોટી લોકતાંત્રિક પ્રક્રિયામાં ભારતના લોકોની ઉત્સાહપૂર્ણ ભાગીદારીની પણ સરાહના કરી

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x