ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી
ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમની તૈયારી છે તેની વચ્ચે પ્રિ-મોન્સૂન એક્ટિવિટીને પગલે ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. આજે (છઠ્ઠી જૂન) દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દમણમાં વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં પાંચ દિવસ વરસાદની શક્યતાઓ જણાવવામાં આવી છે. આજે (છઠ્ઠી જૂન) દાહોદ, છોટા ઉદેપુર, નવસારી, તાપી, વલસાડ, ડાંગ અને દમણમાં વરસાદ પડી શકે છે. સાતમી જૂનના રોજ દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદની શક્યતા. આઠમી જૂનના રોજ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતા. નવમી જૂનના રોજ જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી,આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમા વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 10મી જૂનના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ,ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણમા વરસાદ પડી શકે છે.
મુંબઈમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થતાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. સાયનમાં 30 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે, પરંતુ મુંબઈના ઘણાં ભાગો હજુ પણ પ્રિ-મોન્સૂન વરસાદની રાહ જોઈ રહ્યા છે. હવામાન નિષ્ણાતોના અનુસાર પ્રિ-મોન્સૂન એક્ટિવિટીઝ ટૂંક સમયમાં વધશે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો પરેશાન થયા હતા. હવામાન વિભાગે ગુજરાતમાં 14મી જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે.