ગુજરાત

પાલનપુરમાં કોલેરાનો કહેરઃ 5 દિવસથી સારવાર હેઠળ મહિલાનું મોત, શહેરના 17 વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર

પાલનપુરમાં કોલેરા હાહાકાર મચાવી રહ્યો છે. શહેરના કોટ વિસ્તારમાં ઝાડા-ઉલટી તથા પેટના દુખાવાની ફરિયાદો છેલ્લા કેટલાક સમયથી ઉઠી છે. 150 જેટલા લોકો દ્વારા હોસ્પિટલમાં સારવાર લેવામાં આવ છે. તેમજ 23 જેટલા લોકોને વધુ અસર જણાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની પણ માહિતી છે. રોગચાળો વધવાના કારણે પાલનપુરના 17 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. મળતી વિગતો અનુસાર છેલ્લા પાંચ દિવસથી સારવાર લઇ રહેલા એક મહિલાનું કોલેરાના કારણે મોત નીપજ્યું છે. આ પહેલા પણ બે લોકોના ઝાડા ઉલટીના કારણે મોત થયા હતા.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત બનાસકાંઠાની દરખાસ્ત અંતર્ગત વરૂણ કુમાર બરનવાલ (આઈ.એ.એસ.), જિલ્લા મેજિસ્ટ્રેટ, બનાસકાંઠા, પાલનપુર દ્વારા પાલનપુર શહેર વોર્ડ નંબર – ૦૬ ના વિસ્તારને “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરતું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ વિસ્તારો કોલેરાગ્રસ્ત જાહેર
પાલનપુર શહેરી વોર્ડ નંબર – 6ના વિસ્તાર (ખાસદાર ફળી, ભકતોની લીંમડી, નાની બજાર, રબારીવાસ, જમાદારવાસ, ગોબાંદવાસ, સલાટવાસ, સુન્ની વોરવાસ, કચરૂ ફળી, આંબલી દરગાહ, કમાલપુરા, ઝવેરી માઢ, દિલ્હી ગેટ, પત્થર સડક, અબરકુવા, જૂનો અબરકુવા, ઝાંઝર સોસાયટી) ની આજુબાજુ નો ૨ કિ.મી. સુધીનો વિસ્તાર “કોલેરાગ્રસ્ત” તરીકે જાહેર કરવામાં આવે છે. આ વિસ્તારના કોલેરા નિયંત્રણ અધિકારી તરીકે મામલતદાર, પાલનપુર (શહેર)ની નિમણુંક કરવામાં આવે છે. આ જાહેરનામું પ્રસિધ્ધ થયાની તારીખથી એક માસ સુધી અમલમાં રહેશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x