હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડાની અફવાઓનો અંત, નતાશાએ હાર્દિક સાથે વેડિંગ ફોટોને રી-સ્ટોર કર્યા
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકનું લગ્નજીવન ચર્ચામાં છે. અટકળો છે કે તેમની મેરિડ લાઈફમાં તણાવ ચાલી રહ્યો છે.કપલના ડિવોર્સની ચર્ચા ચાલી રહી છે. હજુ સુધી હાર્દિક-નતાશાએ સંબંધમાં આવેલી ખટપટ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તાજેતરમાં જ નતાશાએ હાર્દિક સાથે વેડિંગ ફોટોને રી-સ્ટોર કર્યા. આ જોઈને ચાહકો ખુશ થયા. એવું કહેવાઈ રહ્યું છે કે બંને વચ્ચે અણબનાવ ખતમ થઈ ચૂક્યો છે.હવે નતાશાએ ઈન્સ્ટા પોસ્ટ દ્વારા એક હિંટ આપી છે. એક્ટ્રેસે ઈન્સ્ટા સ્ટોરી પર પોતાના પેટ ડોગની ફોટો શેર કરી છે.
ડોગીએ સ્વેટર પહેરેલું છે. જેની પર પાંડાનું ચિત્ર છે. ડોગીનો ફોટો શેર કરીને નતાશાએ લખ્યું- Baby Rover Pand(y)a.
ડિવોર્સની ચર્ચા વચ્ચે જે રીતે નતાશાએ પંડ્યા સરનેમનો ઉપયોગ કર્યો. ચાહકો ઈશારો માની રહ્યાં છે કે તે હાર્દિકથી અલગ થઈ નથી.
લોકોનું અનુમાન છે કે નતાશા પોતાની સાસરીમાં રહે છે. ઘણી વખત તેને લિફ્ટની જે ફોટો શેર કરી છે, તે હાર્દિકના ઘરની લિફ્ટ જણાવાઈ રહી છે.
હાર્દિક અને તેના સંબંધનું સત્ય શું છે, તે બંને જ જણાવી શકે છે. ચાહકો હાર્દિક-નતાશા તરફથી લગ્ન અંગે સત્યની રાહ જોઈ રહ્યાં છે. તે બંનેએ 2020માં ગુપ્ત લગ્ન કર્યા હતા. આ વર્ષે એક્ટ્રેસે પુત્ર અગસ્ત્યને પણ જન્મ આપ્યો. પછી 2023 ફેબ્રુઆરીમાં હાર્દિક અને નતાશાએ ગ્રાન્ડ વેડિંગ કર્યા.