ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી બાદ વરસાદનું થયું આગમન
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી બાદ વરસાદનું આગમન થયું છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં ભારે ગરમીના કારણે લોકો બફારાનો સામનો કરી રહ્યા છે. ભારે ગરમીના અંગે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ છાંટા પડ્યા છે, જેના કારણે લોકોને ભારે ગરમીમાંથી આંછીક રાહત મળી છે. વરસાદના કારણે વાતાવરણ ઠંડુ અને ખુશનુમા બન્યું છે.
આજે સવારથી દક્ષિણ ગુજરાતના સુરત અને આસપાસના વિસ્તારોમાં સવારથી વરસાદ સારું થઈ ગયો છે. હવે અઠવાડિયાની અંદર સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં અમુક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આગામી ૬ દિવસમાં હળવાથી મધ્યમ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.