Uncategorizedરાષ્ટ્રીય

અમરેલીના સુરગપુરમાં બોરવેલમાં દોઢ વર્ષની બાળકી પડી, ફાયર અને NDRFની ટીમ પહોંચી

રાજ્યમાં બોરવેલમાં (child fell in borewell) વધુ એક બાળકી પડી છે. અમરેલીના (amreli news) સુરગપરા ગામની (suragpara village) સીમમાં બોરમાં બાળકી પડી હતી. પરપ્રાંતીય ખેત મજુરની દોઢ વર્ષની બાળકી બોરમાં પડી હતી. ભનુભાઈ ભીખાભાઈ કાકડીયાની વાડીના ખુલ્લા બોરમા પડી હતી. અમરેલી ફાયર (amreli fire brigade) અને 108 ની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બોરમાં 45 થી 50 ફુટ ઊંડે બાળકી ફસાઈ હોવાનું અનુમાન છે. 108ની ટીમ દ્વારા બોરમાં ઓક્સિજન સપ્લાય (oxygen supply) શરૂ કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા કેમેરા ઉતારવામાં આવ્યા છે અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

થોડા મહિના પહેલા દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણ ગામમાં બે વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને ડોક્ટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. બાળકી ફળિયામાં રમતી હતી, તે અચાનક બોરવેલમાં પડતા સ્થાનિક લોક દોડી આવ્યા અને બાદમાં તંત્રને જાણ કરવામાં આવી હતી. બાળકીને કલાકોની જહેમત બાદ બોરવેલમાંથી કાઢવામાં આવી હતી, જે બાદ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ પહેલા વડોદરાના છાણીમાં બાળકી બોરવેલમાં ગરકાવ થઇ ગઇ હતી. કન્સ્ટ્રક્શન સાઈટ પાસેના બોરવેલમાં બાળકી પડી હતી. શ્રમિકની બાળકી રમતા-રમતા 10 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઇ હતી. ઘટનાને પગલે ફાયરબ્રિગેડની ટીમ દોડી આવી હતી અને બાળકીનું રેસ્ક્યૂ કર્યું હતું. કલાકની જહેમત બાદ બાળકીને બહાર કાઢવામાં આવી હતી. જે બાદ બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું મોત નિપજ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x