આજથી બદલાઈ રહ્યાં છે આ 5 નિયમ, તમને પણ થશે અસર, ખાસ જાણો
નવી દિલ્હી :
આજથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. અનેક નિયમો બદલાયા છે. જે જાણવા ખુબ જરૂરી છે. જેમ કે આજથી ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું સસ્તું થયું છે. આ ઉપરાંત યુનિયન બેંકમાંથી લોન લેવી સસ્તી બની છે. આવો જાણીએ કેટલા મહત્વપૂર્ણ નિયમો જે બદલાયા છે.
1. ઈલેક્ટ્રિક વ્હીકલ આજથી સસ્તા થઈ ગયાં. પહેલા તેના પર 12 ટકા જીએસટી ટેક્સ લાગતો હતો. જે હવે 5 ટકા લાગશે. આવામાં જો તમે કોઈ કાર ખરીદશો અને તેની કિંમત 10 લાખ રૂપિયા હશે તો તમને 70,000 રૂપિયા ફાયદો થશે.
2. આજથી નોઈડા અને ગ્રેટર નોઈડામાં રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોપર્ટી ખરીદવું સસ્તું થશે. નવા નિર્ણય મુજબ ગ્રુપ હાઉસિંગમાં 6% અને કોમર્શિયલમાં 25% સરચાર્જ સમાપ્ત કરી દેવાયો છે. જ્યારે કોમર્શિયલ પ્રોપર્ટીના સર્કલ રેટમાં 21 ટકાનો ઘટાડો થયો છે. નોઈડાના શોપિંગ મોલમાં એસ્કેલેટર્સ અને એસીના કારણે લાગતા 6% સરચાર્જ હટાવવામાં આવ્યો છે.
3. દેશના સૌથી મોટા બેંક સ્ટેટ ઓફ ઈન્ડિયા (SBI)એ આજથી ઓનલાઈન ફંડ ટ્રાન્સફર મફત કરી દીધા છે. SBIએ IMPS ચાર્જ ખતમ કરી દીધો છે.
4. સ્ટેટ ઓફ ઈન્ડિયાએ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દર ઘટાડ્યાં છે. અલગ અલગ સમયમર્યાદા માટે વ્યાજ દર 50 પોઈન્ટ્સથી 75 પોઈન્ટ્સ સુધી ઘટાડ્યાં છે.
5. યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ MCLR આધારિત વ્યાજ દરોમાં કાપ મૂક્યો છે. નવા વ્યાજ દર આજથી લાગુ થઈ રહ્યાં છે. એટલે કે EMI સસ્તા થશે અને લોન પણ લેવી સસ્તી થશે.