મનોરંજન

હોરર ફિલ્મ મુંજ્યાએ બોક્સ ઓફિસ પર કરી બમ્પર કમાણી

બોલિવૂડમાં જ્યારે પણ હોરર-કોમેડી ફિલ્મો બની છે ત્યારે આ જોનર ફિલ્મો દ્વારા ફેન્સનું મનોરંજન કરવામાં આવ્યું છે. આ દિવસોમાં ફિલ્મ મુંજ્યા બોક્સ ઓફિસ પર બમ્પર કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર આ દિવસોમાં હોરર-કોમેડી ફિલ્મ ‘મુંજ્યા’ ધૂમ મચાવી રહી છે. 7 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી છે. સોશિયલ મીડિયા પર ધૂમ મચાવનાર કાર્તિક આર્યનની ‘ચંદુ ચેમ્પિયન’ રિલીઝ થયા પછી પણ મુંજ્યાની ફિલ્મ માટે લોકોનો ક્રેઝ ચાલુ રહ્યો છે. શરવરી વાઘ અને અભય વર્માની ફિલ્મ ‘મુંજ્યા’ને બોક્સ ઓફિસ પર જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. કોંકણ પ્રદેશના ભૂત પર આધારિત આ સ્ટોરી તેના અલગ કોન્સેપ્ટ અને રજૂઆતને કારણે લોકો તેને પસંદ કરી રહ્યા છે. 21 જૂને પશ્મીના રોશનની ડેબ્યુ ફિલ્મ ‘ઇશ્ક વિશ્ક રિબાઉન્ડ’ પણ સિનેમા ઘરોમાં આવી હતી. પરંતુ આનાથી ફિલ્મ મુંજ્યાના કલેક્શન પર કોઈ અસર થઈ હોય તેવા દેખાઇ રહ્યું નથી.

મુંજ્યા ફિલ્મને ફેન્સ તેમજ ક્રિટિક્સ તરફથી પણ સારો પ્રતિસાદ મળ્યો છે. પ્રથમ સપ્તાહમાં રૂપિયા 35 કરોડ અને બીજા સપ્તાહમાં રૂપિયા 32 કરોડનું કલેક્શન કર્યું છે. ગુરુવારે ફિલ્મે 2.5 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. તેમજ રિલીઝના ત્રીજા શુક્રવારે, ફિલ્મ મુંજ્યાની કમાણી 2.97 કરોડ પર પહોંચી ગઈ છે. ફિલ્મનું કુલ કલેક્શન 70.92 કરોડ થઈ ગયું છે. કલેક્શનને જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડનો આંકડો પાર કરી જશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x