અરવિંદ કેજરીવાલની CBIએ તિહાર જેલમાંથી ધરપકડ કરી, કાલે કોર્ટમાં રજૂ કરાશે
દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં CBIએ તિહાર જેલમાં જ મુખ્યમંત્રી કેજરીવાલની પૂછપરછ કરી છે. જે બાદ કેન્દ્રીય એજન્સીએ તેમની ધરપકડ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની CBIએ તિહાર જેલમાંથી ધરપકડ કરી છે. ED મામલે સુપ્રીમ કોર્ટમાં તેમની અરજી પર સુનાવણી થાય પહેલા જ ધરપકડ કરવામાં આવી છે. કેજરીવાલની અરજી પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની હતી. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં CBIએ તિહાર જેલમાં જ મુખ્યમંત્રી કેજરીવાલની પૂછપરછ કરી છે. જે બાદ કેન્દ્રીય એજન્સીએ તેમની ધરપકડ કરી છે. તેમનું નિવેદન રેકોર્ડ કરાયું છે. કેજરીવાલને કાલે બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એજન્સી તેમની કસ્ટડી માંગશે.
AAP નેતા સંજય સિંહનો આરોપ
આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે આરોપ લગાવ્યો કે સરકાર અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ મોટું ષડયંત્ર રચી રહી છે. તેમણે કહ્યું કે, તેમના વિરુદ્ધ CBIએ ખોટો કેસ ઘડ્યો છે. આપ સાંસદ સંજય સિંહે કહ્યું કે, અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળવાના પૂરાં ચાન્સ છે. આ પહેલાં જ કેન્દ્રની ભાજપ સરકારે CBIની સાથે મળીને કેજરીવાલજી વિરુદ્ધ ખોટો કેસ તૈયાર કરીને તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચ્યું છે. સંજય સિંહે કહ્યું કે, આખો દેશ ભાજપ અને કેન્દ્ર સરકારના અત્યાચાર અને અન્યાયને જોઈ રહ્યો છે. આખો દેશ અરવિંદ કેજરીવાલની સાથે ભાજપના અત્યાચાર વિરુદ્ધ ઊભો છે અને એક સાથે મળીને અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવશે.
કેજરીવાલને આજે જ હાઈકોર્ટમાંથી ઝટકો લાગ્યો હતો
દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ (દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22) અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઇકોર્ટનો ઝાટકો લાગ્યો છે. હાઈકોર્ટે સુનાવણી દરમિયાન નીચલી અદાલતે આપેલા જામીનના નિર્ણય પર સ્ટે મુક્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીનને ગેરવાજબી ગણાવ્યા હતા. હાઈકોર્ટના નિર્ણય પર અસંમતિ વ્યક્ત કરતા AAP હવે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.