આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં અંધાધૂંધ ગોળીબાર, બાળકી સહિત 5 લોકોની લાશો વિખેરાઈ

અમેરિકામાં ફરી એકવાર અંધાધૂંધ ગોળીબારની ઘટના સામે આવી છે. લાસ વેગાસમાં એક હુમલાખોરે બે એપાર્ટમેન્ટના પરિસરમાં બેફામ ગોળીબાર કર્યો હતો. જેમાં 5 લોકો ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ગયા હતા. જોકે આ ઘટના બાદ હુમલાખોરે પોતે પણ આપઘાત કરી લીધો હતો.

લાસ વેગાસની પોલીસના અહેવાલ અનુસાર હુમલાખોરની ઓળખ 47 વર્ષીય એરિક એડમ્સ તરીકે થઇ હતી. આ ગોળીબારમાં મૃત્યુ પામનારા લોકોમાં 13 વર્ષની બાળકી પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. તેને ગંભીર હાલતમાં આઈસીયુ ખસેડવામાં આવી હતી. જ્યારે બે 20 વર્ષીય મહિલાઓને ગોળી વાગતાં તે પણ મૃત્યુ પામી.

આરોપીએ પોતાને જાતે પણ ગોળી મારી લીધી

ગોળીબારીની ઘટના વિશે જાણકારી મળતાં જ પોલીસે હુમલાખોર એડમ્સની શોધખોળ હાથ ધરી હતી. પછી જાણકારી મળી કે તે ઈસ્ટ લેક મીડ બુલેવાર્ડમાં છુપાયો છે. પોલીસે તેને ઘેરી લીધો પણ પોલીસની સામે આત્મસમર્પણ કરવાની જગ્યાએ તેણે પોતાની જાતને ગોળી મારી આપઘાત કરી લીધો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x