રાષ્ટ્રીય

મોડી રાત્રે કચ્છમાં મેઘાની મહેર, 2 કલાકમાં 2 ઈંચથી વરસાદ ખાબક્યો; દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં પણ વરસાદ

રાજ્યમાં ગઈકાલે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગઈકાલે કુલ 122 તાલુકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. કચ્છમાં મોડી રાત્રે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી. ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા આપવામાં આવેલ આંકડા પ્રમાણે, મોડી રાત્રે 12 થી 2 વાગ્યા દરમિયાન કચ્છમાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ તાપી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વરસાદ પડ્યો છે.

મોડી રાત્રે 12 થી 2 વાગ્યા દરમિયાન કચ્છના માંડવીમાં 45 મીમી, ભચાઉમાં 5 મીમી, અંજાર અને મુંદ્રામાં 2-2 મીમી, જામનગરના જોડીયા અને જામનગરમાં 9-9 મીમી, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં 12 મીમી અને તાપીના નિઝરમાં 7 મીમી વરસાદ ખાબક્યો હતો. રાજ્યમાં ગઈકાલે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. ગઈકાલે કુલ 122 તાલુકમાં વરસાદ નોંધાયો હતો. જેમાં 8 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ વરસાદ જુનાગઢના વિસાવદર તાલુકામાં કુલ 4 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x