ગુજરાત

હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ગાજવીજ સાથે વરસશે વરસાદ

રાજ્યમાં વિધિવત ચોમાસું બેસી ગયું છે ત્યારે ગત 24 કલાકમાં રાજ્યના અલગ અલગ કુલ 122 તાલુકામાં મેઘરાજાની સવારીનું આગમન થયું છે. જેમાં સૌથી વધુ 4 ઇંચ જેટલો વરસાદ જુનાગઢના વીસાદરમાં નોંધાયો છે. આજે જુનાગઢમાં 109 મીમી જ્યારે કચ્છમાં 97 મીમી વરસાદ હવામાન વિભાગના ચોપડે નોંધાયો છે. જ્યારે બનાસકાંઠા 64 મીમી, પાટણ 60 મીમી, નવસારી 44 મીમી, ભરૂચ 43 મીમી, વડોદરા 48 મીમી, જામનગર 55 મીમી, દેવભૂમિ દ્વારકા 35 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે મોરબી, સુરેંદ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, ગીર સોમનાથમાં સૌથી ઓછો એટલે કે 10 મીમીથી ઓછો વરસાદ નોંધાયો છે.

તો બીજી તરફ હવામાન વિભાગે આગામી 26 જૂનથી 30 જૂન સુધી એટલે કે 5 દિવસ માટે વરસાદને લઇને આગાહી કરી છે. જેમાં આજે ગુજરાતમાં મોટાભાગના જિલ્લાઓમાં હવળાથી મધ્યમ વરસાદની આગાહી કરાવામાં આવી છે. જ્યારે રાજ્યના 6 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પંચમહાલ અને વડોદરામાં અતિભારે વરસાદની આગાહી સાથે આ બંને જિલ્લાઓમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. આ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 5 ગુજરાતમાં કેવો રહેશે માહોલ

હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 5 દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ જામતાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. ક્યાંક હવળા તો ક્યાંક મધ્યમ અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

કચ્છ, મોરબી, સુરેંદ્રનગર, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્રારકા, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, બોટાદમાં 30 જૂને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

અંબાલાલ પટેલની આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ‘આગામી પાંચ દિવસોમાં વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. 28મી જૂનથી પાંચમી જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થવાની શક્યાઓ છે.’

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x