ગુજરાત

છેલ્લા 24 કલાકમાં 114 તુલાકમાં વરસાદે જમાવટ બોલાવી

આજે 28મી જૂનના રોજ પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકામાં અતિભારે વરસાદ (Rain) અને ગાજવીજ સાથે ઓરેજન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા રાજકોટ, જામગર, અમરેલી ભાવનગર, મોરબી કચ્છમાં ગાજવીજ ભારે વરસાદ (Rain)ની આગાહી છે. આ જિલ્લાઓ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદ (Rain)ની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર તમામ જિલ્લાઓમાં અમુક સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ (Rain)ની આગાહી આપવામાં આવી છે.

હવામાન વિભાગે ગુરુવાર માટે 24 રાજ્યોમાં ભારે વરસાદ નું એલર્ટ જારી કર્યું છે. આમાં ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, ગોવા, મહારાષ્ટ્ર, કર્ણાટક, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, ગુજરાત, કેરળ સામેલ છે.

છેલ્લા 24 કલાકમાં 114 તાલુકામાં નોંધાયો વરસાદ

  • છેલ્લા 24 કલાકમાં સાબરકાંઠાના પોશિનામાં પોણા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં બનાસકાંઠાના દાંતિવાડામાં પોણા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ઉમરગામમાં પોણા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ભૂજમાં પોણા બે ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં નખત્રાણામાં દોઢ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં દોઢ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ગઢડામાં દોઢ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગર તાલુકામાં સવા ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં રાજકોટના જેતપુરમાં સવા ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કચ્છના માંડવીમાં સવા ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વાપીમાં સવા ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વલ્લભીપુરમાં એક ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ઘોઘામાં એક ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં માણાવદરમાં એક ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં અમીરગઢમાં એક ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં સાંતલપુરમાં એક ઈંચ વરસાદ
  • ડીસા, ધ્રોલ, શિહોર, ખંભાળીયામાં પોણો પોણો ઈંચ વરસાદ
  • નિઝર, મેંદરડા, બોટાદ, સરસ્વતિ તાલુકામાં પોણો ઈંચ વરસાદ
  • લાઠી, અબડાસા, કોટડાસાંગાણીમાં પોણો પોણો ઈંચ વરસાદ
  • ખાનપુર, કાંકરેજ, ઉમરાળા, પારડીમાં પોણો ઈંચ વરસાદ
  • જોડીયા, ક્વાંટ, દાંતા, લોધિકામાં અડધો ઈંચ વરસાદ
  • કોડીનાર, ઝાલોદ, પાલિતાણા, દાહોદમાં અડધો ઈંચ વરસાદ
  • બગસરા, કુતિયાણા, ધોરાજી, રાણાવાવમાં વરસ્યો વરસાદ
  • છોટા ઉદેપુર, કલ્યાણપુર, જેસર, વિસાવદરમાં નોંધાયો વરસાદ
  • તળાજા, રાજકોટ, કપરાડા, પડધરીમાં વરસ્યો વરસાદ

 

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x