આજે વહેલી સવારથી નવસારીમાં મેઘરાજાનું આગમન, છેલ્લા 2 કલાકમાં 22 તાલુકામાં વરસાદ
રાજ્યમાં ગઈકાલે કુલ 159 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. આંકડા પ્રમાણે, સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ થયો છે. ગઈકાલે નવસારી અને પલસાણામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો
આજે વહેલી સવારથી મેઘરાજાની સવારી આવી પહોંચી છે. ત્યારે છેલ્લા 2 કલાકમાં કુલ 22 તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે. ત્યારે જાણો ક્યાં કેટલો વરસાદ ખાબક્યો છે. નવસારીમાં 17 મીમી, જલાલપોરમાં 11 મીમી, ગીર ગઢડામાં 7 મીમી, વાગરામાં 6 મીમી, કામરેજ અને છોટા ઉદેપુરમાં 4-4 મીમી, કુતિયાણા, ઘોઘા, તળાજા, જંબુસર, બારડોલી, ખેરગામ, જેતપુર પાવી અને સંખેડામાં 3-3 મીમી, આમોદ, પલસાણા અને મહુવામાં 2-2 મીમી જ્યારે નાંદોદ, સાગબાર, ઝઘડિયા, સુબીર અને વાલોડમાં 1-1 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્યમાં ગઈકાલે કુલ 159 તાલુકામાં મેઘમહેર જોવા મળી હતી. આંકડા પ્રમાણે, સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સારો એવો વરસાદ થયો છે. ગઈકાલે નવસારી અને પલસાણામાં 4 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો.