ગાંધીનગર

જિલ્લાની ફેમિલી કોર્ટ માટે કાઉન્સિલરની પેનલ તૈયાર કરાશે : રસ ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી

ગાંધીનગર, સોમવાર

ફેમિલી કોર્ટ (એમેન્ડમેન્ટ) રુલ્સ 2023 અન્વયે ગાંધીનગર ખાતે આવેલી ફેમિલી કોર્ટ માટે કાઉન્સિલર ની પસંદગી યાદી તૈયાર કરવાની થતી હોઈ ડિસ્ટ્રીક કોર્ટ ગાંધીનગરની વેબસાઈટ ઉપર કાઉન્સિલરની નિમણૂક માટેની શરતો મૂકવામાં આવેલ છે. વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ શરતો તથા લાયકાતને આધારે કાઉન્સિલર ની નિમણૂક કરવામાં આવશે. આ અંગેની અરજી સ્વીકારવાનું કાર્ય ચાલુ છે જેની છેલ્લી તા. 8 જુલાઈ- 2024 ,સાંજના 06:10 સુધી છે. કાઉન્સિલર તરીકે કામગીરી કરવા રસ ધરાવતા ઉમેદવારોએ કાઉન્સિલરની નિમણૂક અંગેની શરતો તેમજ નિમણૂક અંગેનું અરજી ફોર્મ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ગાંધીનગરની વેબસાઈટ ઉપરથી અથવા ફેમિલી કોર્ટ ગાંધીનગર, પાંચમો માળ, એમએસ બિલ્ડીંગ, સેક્ટર -11 ,ગાંધીનગર ખાતેથી રૂબરૂ મેળવી લેવા ગાંધીનગર ફેમિલી કોર્ટના પ્રિન્સિપાલ જજની યાદીમાં જણાવાયું છે. આ અરજી કચેરી ખાતે રૂબરૂ તથા આર.પી.એડી પોસ્ટ મારફતે સ્વીકારવામાં આવશે. આ ઉપરાંત તા. 18 જુલાઈ થી તા. 20 જુલાઈ 2024 દરમિયાન કાઉન્સિલર ની નિમણૂક અંગેના ઇન્ટરવ્યૂ યોજાશે. નિમણૂંકની શરતો તથા લાયકાતને આધારે ઇન્ટરવ્યૂ માટે પસંદગી પામેલા ઉમેદવારોની કામ ચલાઉ યાદી 16મી જુલાઈ 2024 થી જિલ્લા અદાલતની વેબસાઈટ http://gandhinagar.dcourts.gov.in પર જાહેર કરવામાં આવશે તેમ પણ યાદીમાં જણાવાયું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x